///

અનોખો વિરોધ : ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટો સ્ટીકર રોડ પર લગાવ્યા

ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધમાં મંગળવારે શહેરના જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે અને શાહપુર પ્રેયસ હાઈસ્કૂલ પાસે જાહેર રસ્તા પર ફોટો સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં. શાહપુર અને વેજલપુર પોલીસે આ કૃત્યને અંધાધૂંધી ફેલાવવાનો ઈરાદો ગણી આ અંગે ગુનો દાખલ કર્યો છે.

સરખેજ જુહાપુરા રોડ પર રોયલ અકબર ટાવર સામે જાહેરમાં અને શાહપુર વિસ્તારમાં પ્રેયસ હાઈસ્કૂલ અને તેની આજુબાજુના વિસ્તારમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટો સ્ટીકર વિરોધ અર્થે લગાવવામાં આવ્યા હતાં. આ ફોટો પર બુટની છાપ રાખવામાં આવી હતી. આવા 100થી 150 જેટલા સ્ટીકરો જાહેર રોડ પર બપોરે 12થી 12.30 કલાકે લગાવવામાં આવ્યા હતાં.

વેજલપુર પોલીસે આ કૃત્યને મુસ્લિમ ધર્મના લોકોની લાગણી ઉશ્કેરાય અને લોકોમાં અંધાધૂંધી ફેલાય તેવુ કૃત્ય ગણી 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. શાહપુર પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે મુજબ આ પ્રકારના સ્ટીકર તૈયાર કરનાર, પ્રિન્ટ કરનાર, લગાવનાર તમામ લોકોને આરોપી ગણવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.