રાજકોટમાં વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બનતા ચકચાર મચી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા સાથે ઇન્ટાગ્રામ પર સંપર્ક કર્યા બાદ ફરવા લઇ જઇને અડપલા કર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ટ્યુશન ક્લાસમાં એક-બીજા સાથે ઓળખાણ થયા બાદ સંપર્ક આગળ વધ્યો હતો અને મિત્રતામાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

રાજકોટમાં ફરી એક વખત સોશ્યલ મિડીયાનાં માધ્યમ થી સંપર્ક થયા બાદ સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. પોલીસનાં કહેવા મુજબ, આરોપી અને સગીરા વચ્ચે ટ્યુશન ક્લાસમાં ઓળખાણ થયા બાદ ઇન્ટાગ્રામ થી સપર્ક વધ્યો હતો્. ત્યારબાદ સગીરાને કારમાં લઇ જઇને જામનગર રોડ પર આવેલ માધાપર ચોકડી થી મોરબી રોડ ઓવર બ્રિજ નીચે કારમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સગીરા પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ અગાઉ પણ બે વખત મળવા માટે બોલાવી હતી. ગત 22 જાન્યુઆરીનાં રાત્રે આરોપીએ તરૂણીને મળવા માટે બોવતા તેનાં ઘર પાસે આરોપી કારમાં આવ્યો હતો અને તરૂણીને લઇને કારમાં જામનગર રોડ પર પહોંચ્યો હતો. જ્યાં તેને સગીરા સાથે અડપલા કર્યા બાદ કોઇને કહિશ તો જાન થી મારી નાખીશની ઘમકી આપી ઘરે ઉતારી ગયો હતો. હતપ્રત સગીરાએ તેનાં પરિવારજનોને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
હાલ તો પોલીસે સગીરાની માતાની ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી હાલ પોલીસ પકડ થી બહાર છે ત્યારે પોલીસે ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સોશ્યલ મિડીયા થી સગીરાઓને પ્રેમજાળ અને મિત્રતા કેળવી દુષ્કર્મની ઘટનાઓ અવાર – નવાર સામે આવે છે ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે પણ લાલબતી સમાન છે.