અમદાવાદમાં પ્લેનમાં ચોકાવનારી ઘટના બની છે. જેમાં ગો એરના પ્લેનમાં બે કબૂતરો ઉડયા હતાં. શુકવારે સાંજે પ્લેન ટેકઓફ થવાની તૈયારીમાં હતું. ત્યારે લગેજ શેલ્ફમાંથી ૨ કબૂતરો નીકળતા હાહાકાર મચી ગયો હતો. ઘટના બાદ ગોએરની લાલિયાવાડી સામે આવી હતી. શુકવારે સાંજે અમદાવાદથી જયપુર જવા માટે ગો-એર કંપનીનું પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર હતું. તેવામાં મુસાફરે લગેજ બોકસ ખોલતા તેમાંથી બે કબૂતરો નીકળયા હતાં. જેને લઇને પ્લેનમાં ઉહાપોદ મચી ગયો હતો. મુસાફરોમાં આર્શ્ર્યચકિત થઇ ગયા હતાં. પ્લેનમાં તમામ ચુસ્ત ચેકિંગ બાદ જ મુસાફરોને પ્રવેશ મળતો હોય છે.
જયારે આ કબૂતરોને કેવી રીતે પ્લેનમાં પ્રવેશ મળયો હતો. જે મુસાફરોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. બે પારેવડાઓએ પ્લેનમાં ઉડાઉડ કરતા મુસાફરોએ પારેવડાને પકડવા દોડધામ કરી હતી. પારેવડાને ભગાવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતીં. છેલ્લે પ્લેનનો ગેટ ખોલવામાં આવતાં કબૂતરોને બહાર કાઢયા હતાં. પારેવડાઓને ભગાડવાના ચક્કરમાં પ્લેન ૩૦ મિનિટ મોડુ થયું હતું. કબૂતરકાંડ થવાથી પ્લેનની સુરક્ષામાં ચિંડા થતું હોવાનું દેખાઇ આવે છે. પ્લેન જેવા સુરક્ષિત વાહનોમાં કબૂતરો ઘૂસી શકે તે વખોડવા જેવી નિંદાકીય બાબત છે.