////

વિશ્વ ઉમિયાધામ ખાતે મહાઆરતીનું આયોજન, પુજાના મુખ્ય યજમાન પદ માટે 6 લાખની ઉછામણી થઈ

આસો સુદ નવરાત્રિનું આઠમું નોરતું એટલે જગત જનની મા ઉમિયાની ઉપાસનાનો શુભ દિવસ. સનાતન ધર્મની પરંપરાઓ મુજબ આસો નવરાત્રિના નવ દિવસમાંથી આઠમાં નોરતાને શક્તિ ઉપાસનાનું સૌથી શ્રેષ્ઠ નોરતું ગણાવાયું છે. શાસ્ત્રોમાં જગત જનની મા ઉમિયાને મહાગૌરી સ્વરૂપે વર્ણવાયા છે. એટલે આઠમાં નોરતે મહાગૌરી ભગવાન શિવની અર્ધાંગીનીની મહાપુજા થાય છે.

જગત જનનની મા ઉમિયાની ઉપસાનાના આ શ્રેષ્ઠ દિવસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા વિશ્વ ઉમિયાધામ મંદિર- જાસપુર, અમદાવાદ ખાતે મહાયજ્ઞ અને મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શનિવારે બપોરે 3 કલાકથી મહાયજ્ઞની શરૂઆત થશે ત્યારબાદ સાંજે 6 કલાકે મહાપુજાનું આયોજન કરાયું છે અને સાંજે 8 કલાકે જગત જનની મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું છે.

જગત જનની મા ઉમિયાની મહાઆરતી અને મહાયજ્ઞના મુખ્ય યજમાન પદ ઉછામણી થઈ હતી. જેમાં ઉદયભાઈ છબીલદાસ પટેલે 6 લાખ રૂપિયા મા ઉમિયાના ચરણોમાં ધરી પુજા-યજ્ઞનો લાભ લીધો છે. આજે વિશ્વ ઉમિયાધામ-જાસપુર ખાતે યોજાનારા સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ ટ્યુબ ઉપર બપોરે 3:00 થી રાત્રે 9.00 કલાક સુધી થશે.

Leave a Reply

Your email address will not be published.