////

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું આયોજન

રાજકોટ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના અનેક રાજ્યોના શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે. ત્યારે રાજકોટ શહેર પણ તેમાનું એક છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને વિશેષ સુવિધા મળી રહે તેના ભાગ રૂપે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં શહેરમાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી થશે. આ ઉપરાંત શહેરમાં મેટ્રોસિટી અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા નિષ્ણાંત સલાહકારોને રોકીને સર્વે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે સિટી બસ દોડાવવામાં આવી રહી છે તો માધાપર ચોકડીથી લઇ ગોંડલ ચોકડી સુધી 10.7 કિમીના રૂટ પર BRTS બસ દોડાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.