/

દિવને રળિયામણું બનાવામાં સિંહ ફાળો સફાઈ કરતા વિદ્યાર્થીઓનું થયું સન્માન

દેશના વડાપ્રધાન નરેન્દ્વ મોદી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપે છે. જેને લઇને દેશમાં ગંદકી ઓછી થઇ છે તેમજ પ્લાસ્ટીકનો વપરાશ પણ ઓછો થયો છે. જેને લઇને લોકો સ્વચ્છતા રાખવાનાં આગ્રહી બન્યા છે અને સ્વચ્છતાને પ્રોતસાહન આપી રહ્યા છે. જેને લઇને સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઇને દીવના વિધાર્થીઓએ પ્લાસ્ટીક એકઠુ કર્યુ હતું. દીવ ખાતે સફાઇ અભિયાન અંતર્ગત દીવની સરકારી મિડલ સ્કુલ ખાતે પ્લાસ્ટિક એકઠુ કરનાર વિધાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં દીવની સરકારી મિડલ સ્કુલનાં વિધાર્થીઓ છેલ્લા ૨ મહિનાથી પ્લાસ્ટિક એકઠુ કરી રહ્યા છે. જેથી દીવમાં સૌથી વધુ પ્લાસ્ટિક મિડલ સ્કુલનાં વિધાર્થીઓએ એકઠુ કર્યુ હતું જેથી તેઓ વિજેતા બન્યા હતાં. જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લા પંચાયતના CEO વૈભવ રીખારી ઉપસ્થિત રહ્યા હતા.

અતિથિ વિશેષ તરીકે ADEI પિયુષ મારું, DPO અરવિંદ સોલંકી, MDM સુપરવાઈઝર શીતલ બામણીયા, ઇન્ચાર્જ આચાર્ય સેનાઝ ખત્રી, P.T. ટીચર રમેશ ભાઈ શિક્ષકગણ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્કૂલ ના વિધાર્થીઓને બહુમાન કરવાનો હતો. જેથી વિધાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓ પ્લાસ્ટિક એકઠું કરવા બીજા લોકો ને પણ પ્રેરિત કરે. કાર્યક્રમમાં જે વિધાર્થીઓ એ સૌથી વધુ પ્લાસ્ટિક એકઠુ કર્યું હતું તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. બીજા વિધાર્થીઓ ને પણ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વૈભવ રીખારીએ વિધાર્થીઓને સુકા કચરો અને ભીના કચરા વિશે ની માહિતી આપી હતી. સાથે વિધાર્થીઓને પ્લાસ્ટિક થી થતા નુકશાન ની માહિતી આપી હતી. સાથે વિધાર્થીઓને પ્રશ્નોતરી કરી માહિતી મેળવી હતી. આ શાળાના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક એકઠુ કરવાની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ ચીજ વસ્તુઓ બનાવી હતી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અતિથિઓનુ સ્વાગત પ્લાસ્ટિકની બોટલોથી બનાવેલ પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.