/

LOCKDOWN વચ્ચે ‘PMકી મનકી બાત’, 63મી વાર વડાપ્રધાન કરી મનકી બાત

લોકડાઉન બાદ પહેલીવાર મનકી બાત
દેશવાસીઓની પીએમ મોદીઓ માંગી માફી
કઠોર નિર્ણય લેવા બદલ માંગી માફી
ગરીબોની પરેશાની સમજું છું- પીએમ મોદી

દેશમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણના કારણે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં દેશની જનતા પાસે માફી માંગી. વડાપ્રધાને કહ્યું કે- 130 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કોરોના સામે લડવા માટે બીજો કોઈ રસ્તો ન હતો અને કઠોર પગલા લેવા જરૂરી હતા. વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં મુશ્કેલીના સમયમાં પણ કામ કરતા લોકોની કામગીરીને બિરદાવી હતી અને દેશની જનતાનો આભાર માન્યો હતો. સાથેજ જે લોકો લોકડાઉનની સ્થિતિને ગંભીરતાથી લેતા નથી તેમને પણ અપીલ કરતા કહ્યું કે હું લોકોની તકલીફને સમજું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દી સાથે અને ડોકટર પણ વાતચીત કરી હતી અને લોકોને કહ્યું કે ડરવાની નહીં પણ સમજવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.