વડાપ્રધાન મોદી આજે અમદાવાદ, પૂણે અને હૈદરાબાદની મુલાકાત લેશે. જેમાં તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરવાના છે. ત્યારે વડાપ્રધાન અમદાવાદ પહોંચી ગયા છે. અહીથી તેઓ ખાસ હેલિકોપ્ટરથી કેડિલા કંપનીમાં પહોંચ્યા છે. જ્યાં તેઓ ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા પ્લાન્ટમાં બનાવવામાં આવેલી કોરોના વેક્સીનની સમીક્ષા કરશે.
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ હાલ પ્લાન્ટ પર પહોંચી ગયાં છે, જેઓ પોતાની રસી વિશે પીએમ મોદીને માહિતી આપશે. પ્લાન્ટમાં ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ અને એમડી શર્વિલ પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પ્લાન્ટમાં પંકજ પટેલ, શર્વિલ પટેલ તથા વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી. જેમાં તેઓએ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન વિશેની માહિતી મેળવી છે.
અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી ચાંગોદરમાં આવેલ હેલિપેડ પર પહોંચ્યા હતા. જ્યાંથી બાય રોડ તેઓ પ્લાન્ટ પર પહોંચ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે કેડિલા જતો રસ્તો સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્લાન્ટ પર પહોંચ્યા બાદ પંકજ પટેલના પરિવાર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.