///

PM મોદી પહોંચ્યા ભાવનગર, વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કરશે

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરશે. ત્યારે તેઓ ભાવનગર પહોંચી ગયા છે. હવે તેઓ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

ત્યારબાદ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.

ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે.

જોકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણએ તૌકતે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નીકળ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે ગઈકાલે મીડિયા સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે સતત સંપર્કમાં રહ્યાં. તેમનું માર્ગદર્શન અને ચિંતા ગુજરાતને મળી રહી છે.

વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે જશે ત્યારે મુખ્યમંત્રી અધિકારીઓ અને મંત્રીઓ સાથે નિરીક્ષણ માટે જશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઇ નિરીક્ષણ સાથે સ્થળ નિરીક્ષણ કરે તેવી પ્રબળ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.