///

PM મોદી પુણે પહોંચ્યા, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેશે

આજે વડાપ્રધાન મોદી ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત લઈને ત્યાંની રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન મોદી પુણે પહોંચી ગયા છે. અહીં તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેશે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્વદેશી કોવિડ-19 રસી અંગે મને બ્રીફ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ અંગે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. તેમની ટીમ આઈસીએમઆર સાથે મળીને પ્રક્રિયાને તેજ કરી રહી છે.

પીએમ મોદીએ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના કોરોના વેક્સિન સેન્ટરમાં રસીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. અહીં તેમણે વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને કોવેક્સિન અંગે જાણકારી મેળવી. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવી રહેલી સ્વદેશી કોરોના રસી કોવેક્સિનના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં હ્યુમન ટ્રાયના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.