///

PM મોદીએ ટેસ્ટિંગ વધારવા પર આપ્યો ભાર, કહ્યું – કોરોનાના આ વેવને તુરંત રોકવો પડશે

કોરોના વાયરસના વધતા કેસને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને મહત્વનો સંદેશ આપ્યો અને કહ્યું કે કોરોના વિરૂદ્ધ લડાઇને દેશને આજે એક વર્ષ પુર્ણ થવા આવ્યુ છે. ભારતના લોકોએ કોરોનાનો જે રીતે સામનો કર્યો છે તેને ઉદાહરણના રૂપે રજુ કરી શકાય છે. આજે દેશમાં 96 ટકાથી વધારે કોરોનાના કેસ રિકવર થઇ ગયા છે. મૃત્યુદર પણ બીજા દેશ કરતા ભારતમાં ઓછો છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે કેટલાક રાજ્યોમાં કેસની સંખ્યા વધતી જઇ રહી છે. દેશના 70 જિલ્લામાં 150 ટકાથી વધારે કેસ સામે આવ્યા છે. આપણે આ કોરોનાના બીજા વેવને તુરંત રોકવો પડશે. જેના માટે આપણે તુરંત નિર્ણય લેવો પડશે. કોરોનાની લડાઇમાં આપણે હાલમાં જ્યાં સુધી પહોંચ્યાં છીએ જેનાથી આત્મવિશ્વાસ ભુલમાં પરિવર્તિત ન થવો જોઇએ. આ ઉપરાંત જનતાને મુશ્કેલીમાં પણ લઇ આવવાની નથી અને મુશ્કેલીમાંથી મુક્ત કરાવવાની છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે ટેસ્ટ ટ્રેક અને ટ્રીટને લઇને પણ આપણે એટલી ગંભીરતી રાખવી પડશે જેવી આપણે ગત વર્ષે રાખી હતી. દરેક સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરી અને આરટીપીસીઆર ટેસ્ટનો દર 70 ટકાથી વધારે રાખવો ખુબ જ જરૂરી છે. નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવું જરૂરી છે. આથી નાના શહેરમાં ટેસ્ટિંગ વધારવું પડશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ વેક્સિનેશનની સ્પીડ સતત વધી રહી છે. એક દિવસમાં 30 લાખ લોકોને વેક્સિન આપવાનો આંકડો પણ પાર કર્યો હતો. તે સાથે જ વેક્સિન ડોઝને વેસ્ટ થવાની સમસ્યાને ગંભીરતાથી લેવી જોઇએ. કોરોનાની લડાઇમાં વેક્સિન પ્રભાવી હથિયાર છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ સતત વધી રહી છે.

15 માર્ચના આંકડા મુજબ પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે, જ્યાં વેક્સિનેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.