///

PM મોદીએ જમ્મૂ કાશ્મીરમાં આયુષ્યમાન ભારત યોજના કરી લોન્ચ, લોકોને મળી ફ્રી સારવારની ભેટ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મૂ કાશ્મીરના લોકોને મફત સારવારની ભેટ આપવામાં આવી છે. PM મોદીએ જમ્મૂ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરી છે. આ અવસર પર જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ PM મોદીનો આભાર વ્યક્ત કર્યો.

જમ્મૂ કાશ્મીરમાં આયુષ્માન ભારત યોજનાની લોન્ચિંગ પહેલાં જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. અમે અહીં વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. PM મોદીએ જમ્મૂ કાશ્મીરમાં મોકલતાં પહેલાં મને આ જ કહ્યું હતું.

મહત્વનું છે કે, આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અસમના ગુવાહાટીથી વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી જોડાયા. તેમણે કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે નવી હોસ્પિટલ બનશે. હવે જમ્મૂ કાશ્મીરના દરેક નાગરિકને ફ્રીમાં 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વિમો મળશે.

આ ઉપરામત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, PM મોદી હંમેશા કહે છે કે, વિકાસની ગતિ તીવ્ર હોવી જોઇએ અને દરેક વ્યક્તિ સુધી વિકાસ પહોંચવો જોઇએ. 5 ઓગસ્ટ પછી જમ્મૂ કાશ્મીરમાં ઝડપથી વિકાસ થયો છે.

Leave a Reply

Your email address will not be published.