/

વડાપ્રધાન મોદીએ રાખ્યો ચૈત્ર નવરાત્રીનો વ્રત, દેશની જનતા માટે કરી પ્રાર્થના

ચૈત્ર નવરાત્રીનો શુભઆરંભ થયો છે. ત્યારે ચૈત્ર નવરાત્રીએ દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્રત રાખ્યો હતો. વડાપ્રધાન મોદી નવ દિવસ માતાની આરાધના કરી વિધિ વિધાનથી પૂજા કરે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષમાં બે નવરાત્રીમાં વ્રત કરે છે. નવ દિવસ તેઓ કાંઈ પણ જમ્યા વગર નવ દિવસ લીંબુ પાણી કે સાદું પાણી જ પીવે છે. છેલ્લા 40 દિવસમાં વડાપ્રધાને ક્યારે પણ આ વ્રત તોડ્યું નથી. કોરોના વાયરસના વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ લોકડાઉનના પહેલાજ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું જેમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે નવરાત્રી પર કોરોના વિરુદ્ધ લડી રહેલા લોકો માટે પ્રાર્થના કરીશું.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ સ્ટાફ, મીડિયા વગેરેના નામ પણ લીધા હતા. તો આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો વ્રત રાખી વડાપ્રધાન માનવતાની ઉપાસની કરનાર તમામ ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી અને મીડિયા કર્મી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.