///

PM મોદીએ પોતાના સંબોધનમાં કર્યો અમદાવાદ અને સાડીનો ઉલ્લેખ

PM મોદીએ ગુરુવારે વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય શતાબ્દી કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, વિશ્વભારતી, મા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. સાથે જ પોતાના સંબોધનમાં PM મોદીએ મહિલાઓના ઉલટા પાલવની સાડી પહેરવાની શરૂઆતને લઈને એક રોમાંચક માહિતી આપી હતી.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ અને દેશના પહેલા આઈએએસ ઓફિસર સત્યેન્દ્ર ટાગોરના પત્ની જ્ઞાનનંદિનીએ ડાબા ખભા પર મહિલાઓને સાડીનો પલ્લુ બાંધવાનું શીખવાડ્યું હતું. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથની આઈએએસના રૂપે અમદાવાદમાં નિયુક્તિ થઈ હતી.

ત્યારે સત્યેન્દ્રનાથના પત્ની જ્ઞાનનંદિની પણ તેમની સાથે અમદાવાદમાં રહેતા હતા. ત્યારે અહીંની સ્થાનિક મહિલાઓ જમણા ખભે પાલવ રાખતી હતી. જેનાથી મહિલાઓને કામ કરવામાં તકલીફ થતી હતી. જ્ઞાનનંદિનીએ આઈડિયા બનાવ્યો કે, કેમ ડાબા ખભે પાલવ ન બાંધી શકાય. PMએ વધુમાં કહ્યું હતું કે, હવે મને બરાબર તો નથી ખબર, પરંતુ ડાબા ખભા પર સાડીનો પાલવ જ્ઞાનનંદિની જ દેણ છે. વુમેન એમ્પાવરમેન્ટ સાથે જોડાયેલ સંગઠનોએ આ બાબતે રિસર્ચ કરવું જોઈએ.

PM મોદીએ આ સંબોધનમાં ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર અને રાજ્યના સંબંધો વિશે ઉલ્લેખ કર્યો હતો. જેમાં PM મોદીએ કહ્યું કે, ગુરુદેવ વિશે હું વાત કરું છું તો ગુરુદેવ અને ગુજરાતની આધ્યાત્મિકાનું સ્મરણ કરવાના મોહથી પોતાને રોકી શક્તો નથી. તે વારંવાર યાદ કરવું એટલે જરૂરી છે કે, તે આપણને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાથી ભરે છે. અલગ અલગ બોલીઓ, ખાણીપીણી ધરવતો આપણો દેશ એકબીજા સાથે કેટલો જોડાયેલો છે. વિવિધતાઓથી ભરાયેલો આપણો દેશ એક છે.

Leave a Reply

Your email address will not be published.