///

PM મોદીના હસ્તે સાસંદો માટે બનેલા ફ્લેટ્સનું કરાયું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સવારે 11 કલાકે વીડિયો કૉફરન્સના માધ્યમથી સાંસદો માટે દિલ્હીના ડૉક્ટર બીડી માર્ગ પર બનેલા બહુમાળીય ફ્લેટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આવેલા બીડી માર્ગ પર ગંગા-યમુના-સરસ્વતી નામથી ત્રણ હાઈરાઈઝ ટાવર બનાવવામાં આવ્યાં છે. જેમાં સાંસદો માટે 76 આવાસ તૈયાર કરવામાં આવ્યાં છે.

સાંસદોના આ ફ્લેટમાં 4 બેડરૂમ ઉપરાંત ઑફિસ પણ બનાવવામાં આવી છે. તો બે સ્ટાફ માટે અલગથી સ્ટાફ ક્વાર્ટર પણ છે. બે બાલ્કની અને બે હૉલ સિવાય 4 ટૉઈલેટ પણ બનાવવામાં આવ્યાં છે. જ્યારે પૂજાઘર અલગથી બનાવાયું છે. આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, 76 ફ્લેટ બનાવવા માટે 218 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે તેમા 30 કરોડ રૂપિયાની બચત પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત સાંસદો માટેના આ આવાસ ગ્રીન બિલ્ડિંગ કૉન્સેપ્ટ પર આધારિત છે. દરેક ટાવરમાં 4 લિફ્ટ લગાવવામાં આવી છે, જ્યારે બન્ને તરફ સીડીઓ પણ બનાવાઈ છે. ગંગા, યમુના અને સરસ્વતીના નામ પર તૈયાર આ ત્રણેય ટાવરો સુરક્ષાની દ્રષ્ટીએ ફૂલપ્રુફ છે. સાથે જ અહીં દરેક જગ્યાએ CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે. દરેક ટાવર પર સોલર પેનલ લગાવવામાં આવી છે. જ્યારે બેસમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.