///

PM મોદીએ ધોરડો ખાતેથી વધુ એક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન મોદી કચ્છના એક દિવસીય પ્રવાસે છે જેના પગલે તે ભૂજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં ધોરડો ખાતેથી જ વિવિધ બે પ્રોજેક્ટોના લોકાર્પણ કર્યા બાદ ગુંદિયાળી ખાતે આવેલા ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ હતું. આ પહેલા વડાપ્રધાને વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનિર્જિ પાર્ક, અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું હતું.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈ કહ્યું કે, દિલ્હીમાં ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ ચાલે છે. તેઓને ડરાવવામા આવી રહ્યાં છે. હું તમને કહેવા માગું છુ કે, કોઈ ડેરીવાળો તમારી પ્રોપર્ટી લઈ જાય છે કે, આપણા દેશમાં ડેરીનું યોગદાન કૃષિ કરતા પણ વધુ છે. આ વ્યવસ્થામાં પશુપાલકોને આઝાદી મળી છે. આવી જ આઝાદી નાના ખેડૂતોને પણ મળવી જોઈએ. હાલમાં થયેલા કૃષિ સુધારાની માંગ વર્ષોથી કરાઈ છે. આજે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરે છે. તેઓ પોતાના સરકારમાં આ કૃષિ સુધાના સમર્થનમાં હતા. આજે આ પગલુ ભર્યું, તો એ જ લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતોની દરેક સમસ્યાની સમાધાન માટે અમે તૈયાર છીએ. તેમનુ હિત અમારી સરકારમાં સર્વોચ્ચ પ્રાથમિકતામાં એ રહ્યું છે. જે ભ્રમ ફેલાવે છે, જેઓ ખેડૂતોના ખભા પર બંદૂર ફોકે છે, દેશના તમામ જાગૃત ખેડૂતો તેમને પણ પાછળ પાડી દેશે.

ખેડૂતો સાથે સંવાદ સાધ્યો

ઉલ્લેખનીય છે કે, એક તરફ દિલ્હી બોર્ડર પર પંજાબ અને હરિયાણાના ખેડૂતો 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ તરફ આજે વડાપ્રધાન મોદી ધોરડો ખાતે કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ યોજ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.