///

પીએમ મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાની કરી શરૂઆત

આ પ્રોજક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીના અવસર ઊભા થશે, સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે અને પુરવઠા શ્રેણીમાં સુધારો થશે

નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પ્રક્ષેપણ કર્યું હતું. ગુજરાતમાં ગાંધીનગ ખાતે મહાત્મા મંદિર ખાતે આ અંગે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમ વિશે જણાવતા વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગતિ શક્તિ પ્રોજેક્ટથી વિભાગીય અડચણો દૂર થશે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તમામ વિભાગોને એક કેન્દ્રીય પોર્ટલના માધ્યમથી એક-બીજાના પ્રોજેક્ટ અંગે માહિતી મળશે.

આ ઉપરાંત મલ્ટી-મૉડલ કનેક્ટિવીટીથી લોકો, વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન માટે એકીકૃત અને વિઘ્નરહિત જોડાણ પ્રાપ્ત થશે. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ગતિ શક્તિ પ્રોજેક્ટ વ્યાપકતા, પ્રાથમિકતા, અનુકૂળતા, સમકાલીન અને વિશ્વેલષ્ણાત્મક અને ગતિશીલ હોવાના છ સ્તંભ પર આધારિક છે.

આ પ્રોજક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીના અવસર ઊભા થશે, સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે અને પુરવઠા શ્રેણીમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત ભારતમાલા, સાગરમાલા, આંતરરાષ્ટ્રીય જલમાર્ગ જેવા અલગ અલગ મંત્રાલયો અને રાજ્ય સરકારોની મૂળભૂત માળખાકીય યોજનાઓ સામેલ હશે.

પીએમ-ગતિ શક્તિ યોજનામાં ટેક્સટાઇલ ક્લસ્ટર, ફાર્માસ્યુટિકલ ક્લસ્ટર, રક્ષા, ઇલેક્ટ્રોનિક પાર્ક, ઔદ્યોગિક ક્લસ્ટર, ફિશિંગ ક્લસ્ટર, એગ્રી ઝોન જેવા ક્ષેત્રોમાં કનેક્ટિવીટી સુધાર સાથે ભારતીય વ્યવસાયોને વધારે પ્રતિસ્પર્ધી બનાવવા માટે કામ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ ‘ગતિ શક્તિ યોજના’ અંગે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી. આ યોજના અંતરગ્ત દેશના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.

આ યોજના દેશના માસ્ટર પ્લાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 16 વિભાગો સમાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.