///

દિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસ

આજે વડાપ્રધાન મોદીએ વારાણસીને એક મોટી દિવાળી ભેટ આપી છે. જેમાં તેમણે 614 કરોડ રૂપિયાથી પણ વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, કાશીમાં જે થઈ રહ્યું છે, તે બાબા વિશ્વનાથની જ કૃપાથી જ થઈ રહ્યું છે. ત્યારે હવે કાશી સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બનવા જઈ રહ્યું છે. તો પીએમ મોદીએ વારાણસીના લોકો સાથે પણ વાત કરી છે.

ત્યારે પીએમએ ફરી એકવાર લોકોને લોકલ સામાન ખરીદવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે, દીવા જ નહીં દરેક બાબતમાં લોકલ સામાનનો ઉપયોગ જરૂરી છે. મારી તમને અપીલ છે કે, માત્ર લોકલ સામાનનો ઉપયોગ કરો. મારે બીજું તમારી પાસેથી કંઈ જોઈતું નથી. તો પીએમ મોદીએ કાશીની મોટી સમસ્યા લટકતા વીજળીના તારને ગણાવી છે. તેમણે કહ્યું કે પહેલાં અહીં 12 ફ્લાઈટ્સ ચાલતી હતી. હવે તેમાં 4 ગણો વધારો થયો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, વારાણસીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાશે. પીએમ મોદીએ લોકાર્પિત કરેલી યોજાઓમાં સૌથી આકર્ષક ભગવાન બુધ્ધના ઉપદેશ સ્થલી સારનાથના ધાર્મિક સ્તૂપ છે. સાઉન્ડ અને લાઈટનો શો છે. અડધા કલાકના લાઈટ અને સાઉન્ડ શોમાં બુદ્ધ ધર્મના વિકાસ અને સારનાથના મહત્વને દેખાડાશે. કમિશ્નર દીપક અગ્રવાલે કહ્યું છે કે, આ સાઉન્ડ અને લાઈટ શો ફક્ત પર્યટકો અને બૌદ્ધ ધર્મ માનનારા માટે સારો અનુભવ રહેશે. સાથે વારાણસીની અર્થવ્યવસ્થામાં પણ વિકાસ થશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોરોના કાળમાં પણ કાશી અટકી નથી સતત કામ કરતી રહી છે. યૂપીમાં કોરોના કાળમાં વિકાસના કામ રોકાયા નથી. યોગીજીની ટીમને તેના માટે અભિનંદન. વારાણસી શહેર વિકાસની યોજનાઓમાં આધુનિકતા તરફ પ્રગતિ કરી રહ્યું છે. હવે અહીના ઘાટની તસવીર બદલાઈ રહી છે. અનેકવિધ યોજનાઓ સાથે હવે સ્થાનિક રોજગાર પણ વધશે.

Leave a Reply

Your email address will not be published.