///

COVID-19 : PM મોદી વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે કરી શકે છે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના વાઈરસની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને વેક્સીન વિતરણની રણનીતિને લઈને મુખ્યપ્રધાનો અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે છે.

આ અંગે મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી એક બેઠક તે આઠ રાજ્યોની સાથે કરી શકે છે, જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તો બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદશોથી વેક્સીન વિતરણની રણનીતિ પર ચર્ચા કરી શકે છે. વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અત્યાર સુધી અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે.

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રિનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે, જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, તેનું યોગ્ય વિતરણ થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સીન તૈયાર થવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. તેમાંથી ચાર પરીક્ષણ બીજા કે ત્રીજા ચરણમાં છે જ્યારે એક પહેલા કે બીજા ચરણમાં છે.

Leave a Reply

Your email address will not be published.