વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના કાર્યક્રમમાં ફેરફાર થતા તેઓ દિલ્હીથી કેવડિયા જવાના હતા, પરંતુ દિલ્હીથી સીધા અમદાવાદ થઇને ગાંધીનગર પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ કેશુબાપા અને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી. ત્યારબાદમાં તેઓ કેવડિયા જવા રવાના થયા હતાં. પરંતુ ગુજરાતના પ્રવાસમાં તેઓ હીરાબાને મળવાનો ક્રમ જાળવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. તો આ વચ્ચે તેઓ પરત વળતા હીરાબાને મળવા જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
પીએમ મોદી આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને એ અંગે જાણકારી મેળવી હતી. તેમજ PM મોદીએ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.