///

PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા પર તેમની જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી છે. જે બાદ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની પરેડમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત PM મોદી આજે સિવિલ સર્વિસીઝ પ્રોબેશનર્સને પણ સંબોધિત કરવાના છે.

આ ઉપરાંત PM મોદીએ કેવડિયામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડનું નિરીક્ષણ કર્યું અને પરેડની સલામી લીધી. આ પરેડમાં દેશની તમામ સુરક્ષા એજન્સીઓના જવાનો સામેલ છે. પરેડની પહેલા વડાપ્રધાન મોદીએ સુરક્ષા એજન્સીઓના જવાનોને રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાના શપથ લેવડાવ્યા હતા. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં NSG, NDRF, CRPFની મહિલા યુનિટ અને ગુજરાત પોલીસ જેવી સુરક્ષા એજન્સીઓ સામેલ થઈ હતી. જેમણે શાનદાર પરેડનું પ્રદર્શન કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published.