/

PM મોદીનો કચ્છમાં હુંકાર કહ્યું-જો કોઇ તમારી પાસે દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું ભેંસ લઇને જતો રહે છે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાતે આવ્યા છે, ત્યારે PM મોદીએ કચ્છમાં કેટલીક પરિયોજનાઓની શરૂઆત કરી હતી, સાથે જ સોલર પાર્કની આધારશિલા રાખી હતી. ઉપરાંત વડાપ્રધાન મોદીએ કચ્છમાં ખેડૂતોના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી.

PM મોદીએ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ બિલ વિરૂદ્ધ 20 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર પણ વાત કહી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેડૂતોને ભ્રમિત કરવાનું મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે. સરકાર 24 કલાક ખેડૂતોના હિત માટે જ વિચારે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું પોતાના ખેડૂત ભાઇઓને કહી રહ્યો છું કે તેમની તમામ વાત સાંભળવા માટે સરકાર 24 કલાક તૈયાર છે, ખેડૂતોનું હિત પહેલા દિવસથી અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાંથી એક રહ્યું છે. ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, નવા નવા વિકલ્પ મળે, તેમની આવક વધે, ખેડૂતોની મુશ્કેલી ઓછી થાય, તેની માટે અમે નિરંતર કામ કર્યુ, અમારી સરકારની નિયત અમારી સરકારનો પ્રયાસ હતો જેને પૂરા દેશના દરેક ખુણાના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા. ખેડૂતોના આશીર્વાદની આ તાકાત જે ભ્રમ ફેલાવનારા લોકો છે, જે ખેડૂતોના ખભા પર બંદૂકો ફોડી રહ્યા છે, દેશના તમામ જાગૃત ખેડૂત તેમણે પરાસ્ત કરીને જ રહેશે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દિલ્હીની આસપાસ આજકાલ ખેડૂતોને ડરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. શું જો કોઇ તમારી પાસે દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું ભેસ લઇને જતો રહે છે? જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે, તેવી જ આઝાદી અમે ખેડૂતોને આપી રહ્યા છીએ. કેટલાક વર્ષથી ખેડૂત સંગઠન તેની માંગ કરતા હતા, વિપક્ષ આજે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.