///

PM મોદીએ બુકલેટ શેર કરીને કહ્યું, નમો એપ્લિકેશન પર કૃષિ બિલ વાંચો અને શેર કરો

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આજે સતત 24મા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂત દિલ્હી બોર્ડર પર આંદોલન માટે ઉભા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રની મોદી સરકારનું કહેવું છે કે, તે વાતચીત માટે તૈયાર છે પરંતુ ખેડૂતોની માંગ છે કે કૃષિ કાયદાને રદ કરવામાં આવે ત્યારબાદ જ વાતચીત શક્ય છે.

સરકાર તરફથી ખેડૂતોને તે જણાવવાનો પ્રયત્ન ચાલુ છે કે, ત્રણેય કૃષિ કાયદા તેમના હિતમાં છે. ભાજપના તમામ નેતા, કેન્દ્રીય પ્રધાન કૃષિ કાયદાના પક્ષમાં વકાલત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી પોતે પણ કૃષિ કાયદાને લઇને ખેડૂતોને વિશ્વાસ અપાવી રહ્યા છે કે તે તેમના હિતમાં છે.

આ વચ્ચે વડાપ્રધાન મોદીએ શનિવારે એક ટ્વીટ કર્યું છે. જેમાં ગ્રાફીક્સ અને બુકલેટ દ્વારા કૃષિ કાયદા વિશે જણાવવામાં આવ્યું છે. PM મોદીએ લખ્યું છે કે, ગ્રાફિક્સ અને બુકલેટ સહિત બધી જ સામગ્રી છે, જે તાજેતરમાં જ કૃષિ સુધાર આપણા ખેડૂતોની મદદ કરવામાં વિસ્તારથી જણાવે છે. આ NaMo એપ વોલંટિયર મોડ્યૂલને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. તેને વાંચો અને શેર કરો.

PM મોદીએ શ્રી ગુરૂ તેગ બહાદુરના શહીદી દિવસ પર પણ ટ્વીટ કર્યું. PMએ કહ્યું કે, શ્રી ગુરૂ તેગ બહાદુરજીના જીવન સાહસ અને કરૂણાનું પ્રતીક છે. શહીદી દિવસ પર હું મહાન શ્રી ગુરૂ તેગ બહાદુરજીને નમન કરું છું અને એક ન્યાયપૂર્ણ અને સમાવેશી સમાજ માટે તેમના દ્વષ્ટિકોણને યાદ કરું છું.

મહત્વનું છે કે, અગાઈ ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, તેમને આશા છે કે નવા વર્ષ પહેલાં આ મામલે કોઇ સમાધાન થઇ જશે. તો બીજી તરફ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થઇ રહેલી સુનાવણીમાં કોર્ટે સમાધાન માટે એક સમિતિ બનાવવા, કેન્દ્ર સરકારને અસ્થાયી રીતે કૃષિ કાયદાને અમલમાં ન લાવવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.