
ભારતમાં 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા વધારવા અંગે વડાપ્રધાન નરેનદ્ર મોદી શનિવારે અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે. બુધવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉનની અવધી વધારવાના સંકેત આપ્યા છે. જો કે પીએમ મોદી રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રશાસિત પ3દેશોના વહીવટકારો તેમજ ઉપરાજ્યપાલ સાથે સંવાદ બાદ લોકડાઉન વધારવાનો અંતિમ નિર્ણય લેશે. સૂત્રો અનુસાર 11 એપ્રિલ શનિવારે પીએમ મોદી તમામ મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધશે. ઉલ્લેખનીય છે કે પહેલા મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉન હટાવવાને લઈને ભલામણ માંગી હતી જેન કારણે ગરીબો અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીઓ પૂર્ણ થઈ શકે. સરકાર તબક્કાવાર રીતે લોકડાઉન પૂર્ણ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેનદ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યા કોવિડ-19ના કેસ નથી આવ્યા