///

પીએમ મોદીએ સાઈલેન્ટ વોટર્સને ભાજપની સફળતા પાછળનું મજબૂત કારણ ગણાવ્યુ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય જીત તેમજ ભાજપે કરેલા પ્રદર્શનથી કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો બુધવારે ભાજપના હેડક્વાર્ટરમાં મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે એક ધન્યવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કર્યું. તો સાથે જ ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાષણની શરૂઆત ભારતમાતા કી જયના નારાથી કરી હતી. તેમણે સંબોધનમાં સાઈલેન્ટ વોટર્સની એક ખાસ વાત કરી હતી. આ એક એવા મતદારો જે ચૂપચાપ મતદાન મથકો પર આવીને ભાજપને મત આપીને વિજયી બનાવવામાં કારણભૂત બની રહ્યા છે. આ મતદારોનો એક સમૂહ છે દેશની નારીશક્તિ. દેશની મહિલાઓ-દીકરીઓ.

પીએમ મોદીએ કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણી અને વિભિન્ન રાજ્યોની પેટાચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે, 21મી સદીમાં વિકાસ જ રાજનીતિનો આધાર હશે. આ સાથે જ તેમણે ભાજપને સતત મળી રહેલી જીતનો શ્રેય નારીશક્તિને આપ્યો અને તેમને ભાજપના ‘સાઈલેન્ટ’ મતદારોનો સૌથી મોટો સમૂહ ગણાવ્યો. તેમની ગૂંજ ચૂંટણી પરિણામોમાં પણ સંભળાવવા લાગી છે. સાથે જ મહિલા કેન્દ્રીત યોજનાઓના માધ્યમથી તેમનું સન્માન અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના કારણે પણ આ શક્ય બન્યું છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું, હવે સાઈલેન્ટ વોટર્સની ગૂંજ સંભળાવવા લાગી છે. ભાજપ પાસે સાઈલેન્ટ વોટર્સનો એક એવો વર્ગ છે જે તેને વારંવાર મત આપે છે. સતત મત આપે છે. અને આ સાઈલેન્ટ વોટર્સ છે દેશની માતાઓ, મહિલાઓ, બહેનો અને દેશની નારીશક્તિ. ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી મહિલા મતદારો જ ભાજપનો સૌથી મોટો ‘સાઈલેન્ટ વોટર્સ’નો સમૂહ બની ગયો છે.

આ ઉપરાંત પીએમ મોદીએ મહિલાઓના સશક્તિકરણ અને તેમની ગરિમાને સુનિશ્ચિત કરવા બદલ પણ દેશની જનતાને ભાજપ પર જ ભરોસો છે. જનતાના ભરોસાને પોતાની સૌથી મોટી પૂંજી ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ જ કારણ છે કે ભાજપને દરેક ચૂંટણીમાં સફળતા મળી રહી છે. દેશના લોકો વારંવાર ભાજપને જ તક આપી રહ્યા છે અને ભાજપ પર જ સૌથી વધુ વિશ્વાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.