////

કાપડની ફેક્ટરીમાં આગની ઘટના મામલે PM મોદીએ કર્યુ Tweet

અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર કાપડની ફેક્ટરીમાં આગ લાગતા 9 લોકોના મોત થયા હતાં. આ મામલે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. PM મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ કે, “અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.”

ઉલ્લેખનિય છે કે પીરાણા-પીપળજ રોડ પર આવેલા રેવા એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ એકાએક ધરાશાયી થઇ હતી. જેના કારણે 9 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં ઇજાગ્રસ્ત લોકોને એલ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનાની આગળની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.