/

વડોદરા ગમખ્વાર અકસ્માત : PM મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી

વડોદરામાં વાઘોડિયા ચોકડીના બ્રીજ પર આઈસર ટેમ્પો તેમજ કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 12 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 17થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

આઈસર ટેમ્પોમાં લોકો સવાર થઈને સુરતથી પાવાગઢ દર્શન માટે જઈ રહ્યાં હતા. આ દરમિયાન વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી નજીક આઈસર ટેમ્પો આગળ રહેલા કન્ટેનર સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મોત નીપજ્યા છે. તેમજ 17થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

આ અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થયા બાદ પોલીસ વિભાગ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 5 મહિલા, 3 પુરુષ અને 2 બાળક સહિત 12 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 17 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અહીંની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સહિત સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.