///

આજે બિહારમાં PM મોદી કરશે જનસભાને સંબોધિત, ટ્વિટ કરી આપી માહિતી

બિહારમાં ચૂંટણીની શરૂઆત જોરશોર સાથે શરૂ થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજથી રાજ્યમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. જેમાં પીએમ મોદી શુક્રવારે ત્રણ જગ્યાઓ પર રેલી કરશે. જેમાં સાસારામ, ગયા અને ભાગલપુરમાં પીએમ ચૂંટણી જનસભાને સંબોધન કરશે. બિહારના પ્રવાસ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેઓએ લખ્યું કે , બિહારને પોતાના ભાઈઓ અને બહેનો વચ્ચે રહેવાની તક મળશે. સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓમાં સંબોધન કરીશ. આ દરમિયાન NDAના વિકાસની કાર્યયાદીને જનતા-જનાર્દન સામે રાખીશ અને તેમની પાસેથી પોતાના ગઠબંધન માટે આશિર્વાદ માંગીશ.

વડાપ્રધાન મોદીની પ્રથન રેલી સવારના 9.30 વાગ્યે થશે. રોહતાસમાં આવેલા ડેહરીના સુઅરો સ્થિત બિયાડા મેદાનમાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન ગયામાં આવેલા ગાંધી મેદાનમાં સવારે 11.15 કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યાંથી તેઓ બપોરના 1.30 કલાકે ભાગલપુરમાં આવીને અહીં એક રેલીને સંબોધિત કરશે.

આ ઉપરાંત પીએમ મોદી બિહારમાં કુલ 12 રેલીઓને સંબોધિત કરશે. શુક્રવારે ત્રણ રેલીઓ કર્યા બાદ પીએમ મોદી 28 ઓક્ટોમ્બરના રોજ દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. જ્યારે 1લી નવેમ્બરે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુર તેમજ 3જી નવેમ્બરના પશ્ચિમી ચંપારણ, સહરસા અને ફારવિસગંજમાં રેલી કરશે. આ રેલીઓમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સ્ટેજ પર ઉપસ્થિત રહેશે. ચાર દિવસમાં યોજાનાર આ રેલીઓમાં પીએમ મોદી સાથે જેડીયુના કોઈક નેતા હાજરી આપશે. જેમ કે 23 ઓક્ટોમ્બરના ગયામાં થનારી બીજી રેલીમાં જેડીયુના લલનસિંહ હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીની તમામ રેલીઓ એ જગ્યા પર રાખવામાં આવી છે, જ્યાં જેડીયુની સ્થિતિ નબળી છે અને LJP મત લઈને જેડીયુ અને બીજેપીને નુકસાન પહુંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.