////

ગુજરાત સરકારના પાંચ વર્ષઃ 3જી ઑગસ્ટે PM મોદી PMGKAY યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, PM મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે 3જી ઑગસ્ટના રોજ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ની સરકારને પાંચ વર્ષ પૂરા થવાના પ્રસંગે રાજ્ય સરકાર 1 લી ઑગસ્ટથી 9 ઑગસ્ટ દરમ્યાન પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગ રૂપે લોકભાગીદારીના કાર્યો કરવામાં આવશે. આજે 1લી ઑગસ્ટ દરમિયાન ખેડૂત સમૃદ્ધિ, મહિલા સશક્તિકરણ, યુવા રોજગારી, આદિજાતિ વિકાસ, શિક્ષણ વ્યાપ વૃદ્ધિ અને અનેકવિધ સેવા કાર્ય પ્રકલ્પોની રાજ્યવ્યાપી શ્રૃંખલાનો જ્ઞાનશક્તિ દિવસ રૂપે આજથી પારંભ કરાવ્યો હતો.

આ જ કાર્યક્રમોની રૂપરેખામાં 3જી ઑગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાશે. પ્રધાનમંત્રી મંગળવારે, ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, PM મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે 3જી ઑગસ્ટના રોજ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે.

PMO કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, ‘ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે વધુ જાગૃતિ લાવવા માટે રાજ્યમાં લોકભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમની ઉજવણીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ જ COVID-19 મહામારી દરમિયાન લોકોને મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું છે. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લોકોને મફત અનાજ સુનિશ્ચિત કરે છે. આ અંતર્ગત, ‘નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ’ હેઠળ તમામ લાભાર્થીઓને પાંચ કિલો અનાજ (ઘઉં કે ચોખા) મફતમાં વહેંચવામાં આવે છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાને નવેમ્બર 2021 સુધી લંબાવી છે.

Leave a Reply

Your email address will not be published.