///

જેસલમેરમાં જવાનોને મળી વડાપ્રધાન મોદીએ કહ્યું, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેરની લોંગવાલા પોસ્ટ પર પહોંચ્યા છે. ત્યારે તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનો દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમણે કહ્યું કે, તમે ભલે બર્ફીલી પહાડીઓ પર રહો કે પછી રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. તમારા ચહેરા પર રોનક જોઉ છું, તમારા ચહેરા પર ખુશીઓ જોઉ છું તો મને બમણી ખુશી થાય છે.

તો આ વચ્ચે તેમણે ચીન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિસ્તારવાદ એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને અઢારમી શતાબ્દીની સોચ છે. આ સાથે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, ભારત સમજવા અને સમજાવવામાં વિશ્વાસ રાખે છે. પણ જો અજમાવવાની કોશિશ કરી તો જવાબ પણ પછી પ્રચંડ મળશે.

સાથે જ તેમણે દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું કે, ભારત જેશ પ્રચંડ જવાબ આપવામાં સક્ષમ છે. આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવાની અને સમજાવવાની નીતિ પર વિશ્વાસ ધરાવે છે. પરંતુ જો અમને અજમાવવાનો પ્રયત્ન થશે તો જવાબ પણ એટલો જ પ્રચંડ મળશે. સરહદ પર રહીને તમે જે ત્યાગ કરો છો, તપસ્યા કરો છો તે દેશમાં એક વિશ્વાસ પેદા કરે છે. એ વિશ્વાસ હોય છે કે મળીને મોટામાં મોટા પડકારનો મુકાબલો થઈ શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, હું આજે તમારી વચ્ચે પ્રત્યેક ભારતીયની શુભકામના લઈને આવ્યો છું. તમારા માટે પ્રેમ, આશીષ લઈને આવ્યો છું. હું આજે તે વીરોની માતાઓ અને બહેનો તથા બાળકોને પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જેમના ત્યાગને નમન કરું છું. જેમના પોતાના સરહદે છે. તમારા શૌર્યને નમન કરતા આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતાઈથી પડખે ઊભા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દુનિયાનો ઈતિહાસ જણાવે છે કે, માત્ર એ જ રાષ્ટ્રો સુરક્ષિત રહ્યા છે તેમજ આગળ વધ્યા છે જેમની અંદર આક્રાંતાઓનો મુકાબલો કરવાની ક્ષમતા હતી. તે પછી આંતરરાષ્ટ્રીય સહયોગ ગમે તેટલો આગળ કેમ ન વધ્યો હોય, સમીકરણો ગમે તેટલા બદલાયા હોય, પરંતુ આપણે ક્યારેય ભૂલી ન શકીએ કે સતર્કતા જ સુરક્ષાની રાહ છે. સજાગતા જ સુખ ચેનનો સંબલ છે.

Leave a Reply

Your email address will not be published.