///

PM મોદીએ વિશ્વનાથ મંદીરમાં કરી પૂજા, કોરિડોરના પ્રોજેક્ટની કરશે સમીક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીનો વારાણસીમાં આ 23મો પ્રવાસ છે. વડાપ્રધાન મોદીએ વારાણસી-પ્રયાગરાજ 6 લેન હાઈવેનું ઉદ્ધાટન કર્યું. 73 કિલોમીટરના આ હાઈવેને પહોળો કરવા પર 2447 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટ વારાણસીને પ્રયાગરાજ સાથે જોડશે. આ અગાઉ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું કે, તેઓ અહીં બે પ્રાચીન શહેરોને જોડવા માટે આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચીને પૂજા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ક્રૂઝથી લલિત ઘાટ પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત બાબા વિશ્વનાથના દર્શન પણ કરશે. પીએમ મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ છે. બંને અલકનંદા ક્રૂઝથી જ લલિતા ઘાટ તરફ રવાના થયા હતા. કાશી વિશ્વનાથ કોરિડોરને જલદી પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ 6 લેન હાઈવેના લોકાર્પણ બાદ લોકોને સંબોધન પણ કર્યું. જેમાં વડાપ્રધાન મોદીએ હર હર મહાદેવની સાથે ભાષણની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, દેવ દિવાળીના અવસરે કાશીને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળી રહ્યો છે. પ્રયાગરાજને પણ તેનાથી ફાયદો થશે.

પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કાશીના સુંદરીકરણની સાથે સાથે અહીંની કનેક્ટિવિટીમાં પણ જે કામ થયું છે તેનો લાભ હવે જોવા મળી રહ્યો છે. નવા હાઈવે બનાવવાના હોય, પુલ, ફ્લાય ઓવર બનાવવાના હોય, જેટલું કામ બનારસ અને આસપાસના ક્ષેત્રોમાં હવે થઈ રહ્યું છે તેટલું આઝાદી બાદ ક્યારેય થયું નથી.

Leave a Reply

Your email address will not be published.