///

PM મોદીનું વારાણસીમાં આગમન, દેવ દિવાળીના કાર્યક્રમમાં થશે સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદી 23મી વાર વારાણસીની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે. ત્યારે દેવ દિવાળીના અવસરે પીએમ મોદી દ્વારા પહેલો દીવડો માતા ગંગાને અર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત 7 કલાકના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી લેઝર લાઈટ શોનો પણ લ્હાવો લેશે. સાથે જ તેઓ પૂર્વાંચલની જનતાને અનેક ભેટ સોગાત આપવાના છે. પીએમ મોદી વિશ્વનાથ કોરિડોરના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા કરતા બાબા વિશ્વનાથ ધામ પહોંચશે અને ત્યાં પૂજા અર્ચના કરશે.

વડાપ્રધાન મોદીના સ્વાગતમાં વારાણસીને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. 15 લાખથી પણ વધુ દીવડાથી પૂરા શહેરને ઝગમગાટ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તૈયારીઓની સીએમ યોગીએ પોતે સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.