////

PM મોદીએ મમતા સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- મમતાજીના 15 વર્ષ જૂના ભાષણો સાંભળશો તો…

PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. PM પીએમ મોદીએ કહ્યું કે, મને આજે આ વાતનો અફસોસ છે કે, પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઇ-બહેનોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી ચુક્યા છે પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશન પ્રક્રિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.

વડાપ્રધાન મોદીએ આજના સંબોધનમાં બંગાળને પણ ટાર્ગેટ કરતા કહ્યું કે, સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા ખુબ નીકટતાથી જોઈ રહી છે. જે પક્ષ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત પર કઈ નથી બોલતા તે પક્ષ અહીં ખેડૂતોના નામ પર દિલ્હીના નાગરિકોને પરેશાન કરવામાં લાગ્યા છે, દેશની અર્થનીતિને બરબાદ કરવામાં લાગ્યા છે. જે લોકો 30-30 વર્ષ સુધી બંગાળમાં રાજ કરતા હતાં, એક એવી રાજનીતિક વિચારધારાને લઈને તેમણે બંગાળને ક્યાંથી ક્યા લઈને ઊભું કરી દીધુ તે પૂરો દેશ જાણે છે.

PM મોદીએ કહ્યું કે, મમતાજીના 15 વર્ષ જૂના ભાષણો સાંભળશો તો ખબર પડશે કે આ વિચારધારાએ બંગાળને કેટલું બરબાદ કરી દીધુ. આ એજ લોકો છે જે વર્ષો સુધી સત્તામાં રહ્યાં. તેમની નીતિઓના કારણે દેશની ખેતી અને ખેડૂતોનો એટલો વિકાસ ન થઈ શક્યો જેટલું તેમનામાં સામર્થ્ય હતું. પહેલાની સરકારોની નીતિઓના કારણે સૌથી વધુ બરબાદ નાના ખેડૂતો થયા. હું આ પક્ષોને પૂછું છું કે ફોટા માટે કાર્યક્રમો કરો છો, જરા કેરળમાં આંદોલન કરીને ત્યાં APMC તો ચાલુ કરાવો. પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો સમય છે, કેરળમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. શું તમે લોકો બેવડી નીતિ લઈને ચાલી રહ્યા છો.

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભથી પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂતોને વંચિત રાખવાને લઇને મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યુ હતું અને આરોપ લગાવ્યો કે રાજકીય કારણોથી તે આવુ કરી રહી છે. પીએમ-કિસાન હેઠળ મળનારા નાણાકીય લાભનો હપ્તો જાહેર કર્યા બાદ વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે જ્યા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન થઇ રહ્યા છે, બીજી તરફ પશ્ચિમ બંગાળમાં આ યોજનાને રાજ્ય સરકાર દ્વારા લાભ ના આપવા પર ત્યા કોઇ આંદોલન નથી થઇ રહ્યું.

Leave a Reply

Your email address will not be published.