ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય દ્વારા ઈન્દોરમાં એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, માર્ચ 2020માં કમલનાથની નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ઉથલાવવામાં નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઈન્દોરમાં ભાજપના ખેડૂત સમંમેલનને સંબોધિત કરતાં કૈસાશ વિજયલર્ગીયે કહ્યું કે, તમે કોઈને જણાવતા નહીં, મેં પણ અત્યાર સુધી કોઈને કહ્યું નથી. પ્રથમ વખત આ મંચથી બતાવી રહ્યો છું કે, કમલનાથ જીની સરકારને તોડી પાડવામાં કોઈની મહત્વપૂર્ણ ભૂમિકા હતી તો નરેન્દ્ર મોદી જીની હતી, ધર્મેન્દ્ર પ્રધાનની નહીં. જે મંચથી વિજયવર્ગીયએ આ વાત કહી ત્યાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા પણ ઉપસ્થિત હતા.
તો બીજી બાજુ જૂનમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પાર્ટી કાર્યકર્તાઓથી કથિત રીતે કહ્યું હતું કે, આ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ કોંગ્રેસ સરકારને ઉથલાવવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે વિજયવર્ગીયના આ ઘટસ્ફોટ ખુલાસાના વીડિયો ટ્વિટ કરતાં મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રવક્ત નરેન્દ્ર સલૂજાએ કહ્યું કે, હવે સ્પષ્ટ છે કે, પીએમ નરેન્દ્ર મોદી છે જે બંધારણીય રીતે ચૂંટાયેલી સરકારોને ગેરબંધારણીય રીતે તોડી પાડે છે. કોંગ્રેસ શરૂથી કહી રહી હતી, પરંતુ ભાજપ કમલનાથ સરકારને તોડી પાડવા માટે કોંગ્રેસના આંતરિક ઝગડાને જવાબદાર ઠેરવી રહી હતી. હવે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે સત્ય વાત સ્પષ્ટ કરી દીધી છે.