/////

PM મોદીનો કચ્છનો માસ્ક વગરનો વિડીયો વાયરલ, અર્જુન મોઢવાડિયાએ પ્રશ્ન ઉઠાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા કચ્છ મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કચ્છમાં 3 યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન PM મોદી માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરતા જોવા મળ્યા ન હતા. ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેની પર ગુજરાત કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા સહિત કેટલાક દિગ્ગજોએ પ્રશ્ન ઉઠાવ્યા છે.

અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટ કરતા લખ્યું હતું કે,ના માસ્ક, ના દો ગજ કી દૂરી, કાનૂન કી ધજ્જિયા ઉડાઇ પુરી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના કચ્છની મુલાકાત દરમિયાન ના તો માસ્ક પહેર્યુ અને ના તો સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કર્યુ. કોરોનાના નિયમ PM અને ભાજપના નેતાઓ પર લાગુ નથી થતા?, કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે?

આ વીડિયો 45 સેકન્ડનો છે, ત્યારે આ વીડિયોમાં વડાપ્રધાન મોદી સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડાવતા હોય તેમ ભારે ભીડમાં ફરે છે અને તેમણે માસ્ક પણ પહેરેલુ નથી. આ દરમિયાન હોલમાં માસ્ક વેચતી દુકાન પાસે તે ઉભા રહે છે અને દુકાનદાર સાથે થોડી વાતચીત કરે છે.

PM મોદી કહે છે કે, અહી માસ્ક વેચાય છે, દુકાનદાર PM મોદીને માસ્ક આપવાનો પ્રયાસ કરે છે પણ તે લેતા નથી અને આગળ વધી જાય છે. તે બાદ તેઓ કોટીનો ભાવ પણ પૂછે છે. વડાપ્રધાન પૂછે છે એક-એક પીસ કેટલામાં વેચાય છે, જવાબમાં દુકાનદાર 1250 રૂપિયા ભાવ કહે છે અને તેઓ ભાવ સાંભળીને જ આગળ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published.