///

વારાણસીમાં PM મોદીનું સંસદીય કાર્યાલય OLX પર વેચવા મૂક્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અહીં કેટલાક શખ્સોએ PM મોદીના સંસદીય કાર્યાલયને વેચવા માટે OLX પર મૂકી દીધુ હતું. PM મોદીના સંસદીય કાર્યાલયનો ફોટો ખેંચીને OLX પર મૂકી દીધો અને તેની કિંમત 7.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. OLX પર જે એડ આપવામાં આવી, તેમાં ઓફિસની અંદરની જાણકારી, રૂમ, પાર્કિંગની વ્યવસ્થા સહિત અને વિગતો દર્શાવવામાં આવી છે.

ત્યારે આ બાબતને આખરે પોલીસે ગંભીરતાથી લીધી હતી, જે બાદ આ જાહેરખબરને હટાવવામાં આવી. હાલ પોલીસે આ મામલે FIR દાખલ કરીને 4 લોકોની અટકાયત કરી છે. આ અંગે પોલીસનું કહેવું છે કે, જે વ્યક્તિએ ફોટો ખેંચીને OLX પર મૂક્યો હતો, તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એકની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, PM મોદીએ પોતાના સંસદીય વિસ્તારમાં કાર્યાલય બનાવ્યું છે. જ્યાં લોકો પોતાની સમસ્યાના સમાધાન માટે આવે છે. PM મોદીનું આ કાર્યાલય વારાણસીના ભેલૂપુર પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારમાં આવતા જવાહરનગર એક્સટેન્શનમાં છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદી સતત વારાણસીના લોકો સાથે સંવાદ કરતાં રહે છે. તાજેતરમાં પણ PM મોદીએ વારણસીની મુલાકાત લીધી હતી આ સિવાય અનેક કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન વીડિયો કૉન્ફરન્સથી સામેલ થયા છે.

Leave a Reply

Your email address will not be published.