વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર અને વ્યક્તિગત વેબસાઈટ પર ફરી એકવાર સાઈબર એટેક થયાની માહિતી મળી છે. આ સાઈટ પરથી ડેટા લીક થયાની માહિતી મળતાની સાથે જ સાઈબર નિષ્ણાંતો દ્વારા પીએમ મોદીની વેબસાઈટને સુરક્ષીત કરવા માટેની તૈયારી હાથ ધરાઈ છે.
જોકે, આ પહેલા પણ બે વખત પીએમ મોદીની વ્યક્તિગત વેબસાઈટ તેમજ તેની સાથી સંકળાયેલી અન્ય વેબસાઈટો પર સાઈબર હુમલાઓ થયા હતા. સાથે જ તેમાંથી અનેક પ્રકારના ડેટા લીક થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.
આ ઉપરાંત મોદીની વેબસાઈટની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્રાન્સના હેકર એલીઓટ્ટ એન્ડરસન દ્વારા આજે ફરીવાર પીએમ મોદીને ટ્વીટર પર તેમની વેબસાઈટની સુરક્ષામાં પ્રશ્ન હોવાનું જણાવીને તેને સુરક્ષીત કરવાની તૈયારી બતાવી છે. તેણે કહ્યું કે, તેણે પીએમ કાર્યાલય સાથે વેબસાઈટને લગતી ટીમ સાથે ચર્ચા કરી છે.
આ ઉપરાંત હાલમાં જ પીએમ કેયર્સ ફંડની વેબસાઇટ પર સાઇબર એટેક થયો હતો અને તેમાંથી ડોનર્સના ડેટા લીક થયા હોવાનું જાહેર થયું છે. પીએમ કેયર્સ ફંડમાં જે ડોનેશન અપાયું છે તેમાં 292000 એ ભંડોળ આપ્યું હોવાનું આ હેકર્સે ખુલ્લું પાડ્યું હતું. સાથે જ કુલ 5.74 લાખ લોકોનો ડેટા તેમાં હોવાનું પણ ખુલ્યું હતું.