///

વડાપ્રધાન મોદીની કાશીમાં ગર્જના, 15 લાખ દિવડાથી વારાણસીના 84 ઘાટ ઝગમગી ઉઠ્યા

વડાપ્રધાન મોદી કાર્તિક પૂર્ણિમા નિમિત્તે સોમવારે બપોરે વારાણસી ખાતે પહોંચ્યા હતાં. અહીં વડાપ્રધાને આજે સોમવારે 6 લેનના ધોરીમાર્ગનું લોકાર્પણ કર્યા બાદ ખજુરીમાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથ મંદિર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં વડાપ્રધાને બાબા વિશ્વનાથનો અભિષેક કર્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ વારાણસી પ્રવાસ સમયે તેમની સાથે ઉપસ્થિત હતાં. ત્યારબાદ અલકનંદા ક્રૂઝથી રાજઘાટ પહોંચી દિપ પ્રજલ્લિત કર્યા હતા. અહીં કાશીવાસીઓને સંબોધિત કર્યા હતા.

પ્રધાનમંત્રીના સંબોધન સાથે જ કાશીના 84 ઘાટ 15 લાખ દિવડાથી દિપી ઉટ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ત્યારબાદ સારનાથ ખાતે લેજર શો ને નિહાળ્યો હતો.

વડાપ્રધાન મોદીનું કાશીમાં સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પીચની શરૂઆત કાશીના કોતવાલની જય સાથે કરી હતી. તેમણે ભોજપુરીમાં કાર્તિક મહિનાના મહત્વ અંગે માહિતી આપી. વધુમાં તેમણે કહ્યું કે નારાયણનો વિશેષ મહિનો એટલે કે પુણ્ય કાર્તિક માસનો પુનમાસી કહલન. આ પુનમાસી પર ગંગામાં ડુબકી લગાવવી, દાન-પુન્યનું મહત્વ રહેલુ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના કાળે ભલે ઘણુ બધુ બદલી નાંખ્યુ હોય પણ કાશીની ઉર્જા, ભક્તિ, શક્તિને કોઈ થોડા બદલી શક્યા છે. સવારથી જ કાશીવાસી સ્નાન, ધ્યાન અને દાનમાં જ લાગેલા છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે 100 વર્ષ અગાઉ પહેલી માતા અન્નપૂર્ણાની જે મૂર્તિ કાશીમાંથી ચોરી થઈ હતી. તે પરત આવી રહી છે. માતા અન્નપૂર્ણા ફરી એક વખત તેમના ઘરે પરત આવી રહ્યા છે. કાશી માટે આ સદભાગ્યની વાત છે. આપણા દેવી-દેવતાની પ્રાચીન મૂર્તિ આસ્થાનું પ્રતીક સાથે અમૂલ્ય વારસો પણ છે. જ્યારે ત્રિપુરા સુર નામના દૈત્યએ સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવ્યો હતો. ત્યારે ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે તેનો અંત કર્યો હતો. આતંક, અત્યાચાર અને અંધકારના આ અંત અંગે દેવતાઓએ મહાદેવની નગરીમાં આવી દિપ પ્રગટાવ્યા હતાં.

વડાપ્રધઆને વઘુમાં કહ્યું હતું કે આ દિપક એમના માટે પણ પ્રગટી રહ્યા છે કે જેમને દેશ અને જન્મભૂમિ માટે બલિદાન આપ્યુ છે. દેશની રક્ષા માટે શહીદ થયા છે. સીમા પર ઘુસણખોરીના પ્રયત્નો હોય, વિસ્તારવાદી શક્તિઓનું દુસ્સાહસ હોય કે દેશની અંદર દેશને તોડવાના ષડયંત્ર હોય ભારત આજે સૌને જવાબ આપી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશ આજે લોકલ માટે વોકલ રહ્યું છે. યા દેશના લોકોએ સ્થાનિક ઉત્પાદનો, લોકલ ગિફ્ટ સાથે પોતાના તહેવારોની ઉજણવી કરે તે ખરેખર પ્રેરણાદાઈ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુરુનાનક દેવે તેમનું સંપૂર્ણ જીવન ગરીબ, શોષિત, વંચિતની સેવા માટે સમર્પિત કરી દીધુ હતું. કાશીનો ગુરુનાનક દેવ સાથે આત્મીય સંબંધ રહ્યો છે. તેમણે લાંબો સમય કાશીમાં વિતાવ્યો હતો. કાશીનું ગુરુદ્વારા તે સમયનું સાક્ષી છે કે જ્યારે ગુરુનાનક દેવ અહીં પધાર્યા હતા અને નવો માર્ગ દેખાડ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે કાશી માટે કરવામાં આવતા કામોની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વનાથ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો. વિકાસ કાર્યોનો વિરોધ કર્યો હતો. આજે બાબાની ગુફાથી કાશીનું ગૌરવ જીવિત થઈ રહ્યું છે. સારા ઈરાદાથી જ્યારે કાર્યની શરૂઆત કરવામાં આવે છે. ત્યારે વિરોધ વચ્ચે તે સિદ્ધ થાય છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર તેનું ઉદાહરણ છે.

બાબા વિશ્વનાથ મંદિર પહોંચવા માટે મોદીએ ક્રૂઝની સવારી કરી હતી. ભગવાન અવધૂત રામ ઘાટથી મોદી અને યોગી અલકનંદા ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વિશ્વનાથ કોરિડોરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.

વિશ્વનાથ મંદીરથી ક્રૂઝ મારફતે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન રાજધાટ ખાતે પહોંચ્યા હતાં. અહીં દિપ પ્રાગટ્ય કરી દેવ દિવાળીની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન તરીકે સંસદીય ક્ષેત્રમાં આ તેમનો 23મો પ્રવાસ છે. જ્યારે બીજા કાર્યકાળમાં આ ત્રીજો પ્રવાસ છે. અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ કાશી આવ્યા હતાં. વડાપ્રધાન મોદી પ્રથમ વખત દેવ દિવાળી (કાર્તક પૂર્ણિમા) પ્રસંગે આવ્યા છે.

દેવદિવાળી પર કાશીના તમામ 84 ઘાટ દીપથી રોશન થાય છે. દર વર્ષે લાખો લોકો આ અદભુત નજારાને જોવા માટે આવે છે, પણ કોરોનાના સંકટને કારણે આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત કરી દેવાઈ છે. દરેક વ્યક્તિ માટે માસ્ક જરૂરી છે. ગત વર્ષે અહીં 10 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતાં, પણ આ વખતે દીપની સંખ્યામાં 5 લાખનો વધારો કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.