/

વડાપ્રધાન મોદીએ જેસલમેર ખાતે સેનાની ટેન્કની સવારી કરી

વડાપ્રધાન મોદીએ જેસલમેરના લોંગેવાલમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ ટેન્કની સવારી પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિસ્તારવાદ 18મી સદીનો વિચાર છે, આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને તેનાથી આખી દુનિયા પરેશાન છે.

ચીન પાકિસ્તાનનું નામ લીધા વગર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત એમ તો સમજવા અને સમજાવવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ જો કોઇએ ભારતને અજમાવવાનો પ્રયાસ કર્યો તો જડબાતોડ જવાબ મળશે. ભારત-પાકિસ્તાન વચ્ચે અભૂતપૂર્વ યુદ્ધનું સાક્ષી અને ભારતીય સૈનિકોના શૌર્યનું પ્રતીક લોંગેવાલા બોર્ડર પર સૈનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજે દુનિયા જાણી રહી છે, સમજી રહી છે કે દેશ પોતાના હિત સાથે કોઇ પણ કિંમતે સમજૂતી કરવાનો નથી.

સૈનિકોનો ઉત્સાહ વધારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનો આ રૂતબો, આ કદ તમારી શક્તિ અને તમારા પરાક્રમનું જ કારણ છે. તમારા દેશને સુરક્ષિત કરવામાં આવ્યું છે માટે આજે ભારત વૈશ્વિક સ્ટેજ પર પોતાની વાત રાખે છે. પાડોશીઓ તરફ ઇશારો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આખુ વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી પરેશાન છે. વિસ્તારવાદ, એક રીતની માનસિક વિકૃતિ છે અને 18મી સદીનો વિચાર દર્શાવે છે. આ વિચાર વિરૂદ્ધ પણ ભારત અવાજ બની રહ્યો છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે વિશ્વનો ઇતિહાસ અમને એમ જણાવે છે માત્ર તે રાષ્ટ્ર સુરક્ષિત રહે છે, બીજી તરફ રાષ્ટ્ર આગળ વધે છે જેમની અંદર આક્રાંતાઓનો મુકાબલો કરવાની ક્ષમતા હતી. ભલે આંતરરાષ્ટ્રીય સહયોગ કેટલુ આગળ કેમ ન આવી ગયુ હોય, સમીકરણ કેટલુ બદલાઇ કેમ ન ગયુ હોય. પરંતુ અમે ક્યારેય ભૂલી નથી શકતા કે સતર્કતા જ સુરક્ષાનો રસ્તો છે.

Leave a Reply

Your email address will not be published.