///

ખેડૂતો તમારી તકલીફ જણાવો, હું ચર્ચા માટે તૈયાર : PM મોદી

PM નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન PM મોદીએ ખેડૂતોને કૃષિ બિલને લઇને આશ્વાસન આપ્યુ હતું અને ચર્ચા કરવા આમંત્રણ આપ્યુ હતું. સાથે સાથે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ડરાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

PM મોદીએ કહ્યું કે, 6 વર્ષમાં અમારી સરકારે ખેડૂતોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા મહત્વના પગલા ભર્યા. ખેડૂતોની તે માંગોને પણ પૂર્ણ કરવામાં જેને વર્ષોથી મંથન ચાલી રહ્યુ હતું. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે નવા કાયદા બન્યા છે, આજે તેની ચર્ચા ઘણી છે. કૃષિ સુધાર, આ કાયદા રાતો રાત નથી આવ્યા. 20-22 વર્ષથી આ દેશની દરેક સરકારે, રાજ્યોની સરકારે તેની પર ચર્ચા કરી છે. તમામ સંગઠનોએ તેમાં વિચાર-વિમર્શ કર્યો છે. ખેડૂતોના સંગઠન, કૃષિ એક્સપર્ટ, કૃષિ અર્થશાસ્ત્રી, કૃષિ વૈજ્ઞાનિક સતત કૃષિ ક્ષેત્રમાં સુધારાની માંગ કરતા આવ્યા છે.

સાથે જ દેશના ખેડૂતોએ તે લોકો પાસે જવાબ માંગવો જોઇએ જે પોતાના મેનિફેસ્ટોમાં સુધારો કરવા માંગતા હતા અને ખેડૂતોના મત મેળવતા ગયા. આ માંગોને ટાળતા રહ્યા છે, દેશનો ખેડૂત રાહ જોતો રહ્યો. જો આજે દેશના તમામ રાજકીય દળોના જૂના ચૂંટણી ઢંઢેરા જોવામાં આવે અને તેમના જૂના નિવેદનો સાંભળવામાં આવે તો આજે જે કૃષિ સુધાર થયો છે તે તેમનાથી અલગ નથી. તે જે વસ્તુનો દાવો કરતા હતા, તે દાવા આ કૃષિ સુધારમાં કરવામાં આવ્યા છે. મને લાગે છે કે તેમણે પિડા આ વાતની નથી કે કૃષિમાં સુધાર કેમ થયો, તેમણે તકલીફ તે છે જે કામ અમે કહેતા હતા તે કરી નહતા શકતા, તે મોદીએ કેમ કર્યુ, મોદીએ કેવી રીતે કર્યુ, તેની ક્રેડિટ મોદીને કેવી રીતે મળી ગઇ.

તેમણે કહ્યું કે, હુ તમામ રાજકીય દળોને હાથ જોડીને કહેવા માંગુ છું, તમારા જૂના ક્રેડિટ નથી જોઇતી મારે ખેડૂતોના જીવનમાં આસાની જોઇએ, સમૃદ્ધિ જોઇએ, કિસાનીમાં આધુનિકતા જોઇએ. કૃપા કરીને તમે દેશના ખેડૂતોને ડરાવવાનું બંધકરો. આ કાયદો લાગુ થયે 6-7 મહિનાથી વધુ સમય થઇ ગયો છે. અચાનક જૂઠનું જાળ બીછાવી રાજકીય ખેલ રમવામાં આવી રહ્યા છે. ખેડૂતોના ખભા પર બંદૂક રાખી વાર કરવામાં આવી રહ્યા છે.

સરકાર વારંવાર પૂછી રહી છે, મીટિંગમાં પણ પૂછી રહી છે, અમારા કૃષિ મંત્રી ઇન્ટરવ્યૂમાં કહી રહ્યા છે કે તમને કાયદામાં શું તકલીફ છે જણાવો, જે તકલીફ છે તે જણાવો. આ જ આ પક્ષની સત્યતા છે, જેમની ખુદનું રાજકારણ ઘસાઇ ગયુ છે, તે ખેડૂતોની જમીન જતી રહેશે, ખેડૂતોની જમીન જતી રહે તેનો ડર બતાવી પોતાની રાજકીય જમીન શોધી રહ્યા છે. ખેડૂતોના નામ પર આંદોલન ચલાવવા નીકળ્યા છે, તેમની સરકાર ચલાવવા અને સરકાર બનવાની તક મળી હતી તે આ દેશે યાદ રાખવુ જરૂરી છે. હું આજે દેશવાસીઓ સામે દેશના ખેડૂતો સામે, આ લોકોનો કાચો ચીઠ્ઠો ખેડૂત ભાઇઓ સામે ખુલ્લો કરવા માંગુ છું

Leave a Reply

Your email address will not be published.