///

PM મોદીનું કચ્છમાં આગમન, રાજ્યને બે પ્રોજેક્ટ કર્યા સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છની મુલાકાતે આવ્યા છે. ત્યારે PM મોદી દ્વારા દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનિર્જિ પાર્ક, માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું છે. કચ્છ માટે હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે. પશ્ચિમ કચ્છમાં પણ વિકાસની વધુ ક્ષિતિજો સરહદની સુરક્ષા સાથે રોજગારીની વિશાળ તકો પણ ઉભી કરાશે.

વડાપ્રધાને સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં બોલીને કરી હતી. જેમાં PM મોદીએ કહ્યું કે, શિયાળાની મોસમ અને કોરોનાને ધ્યાન રાખજો. આજે કચ્છમાં બેવડી ખુશી આવે છે. આજે દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ હતી. નર્મદાના જળથી રાજ્યની કાયાકલ્પ કરવાના સપના જોતા સરદારનું સપનુ પૂરૂ થશે. સરદાર પટેલનું સ્મરણ કરીને આપણે દેશનું ગૌરવ વધારવાનું છે.

આજે કચ્છમાં નવી ઉર્જાનું સંકલ્પ થયો છે. દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ પાર્ક બની રહ્યો છે. જેટલો સિંગાપુર અને બહેરીન દેશ જેટલા આકારમાં આ પાર્ક રિન્યુએબલ બની રહ્યો છે. કચ્છે ન્યૂ એજ ઈકોનોમો અને ન્યૂ એજ ટેકનોલોજીની દિશામાં નવી પહેલ કરી છે. ત્રણ પ્રોજેક્ટનો મોટો લાભ અહીંના સામાન્ય નાગરિકોને થશે.

તો મુખ્યપ્રધાન રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલની પુણ્યતિથિ પર નમન. દોઢ દાયકામાં કચ્છમાં નવો વિકાસ જોવા મળ્યો છે. આજે કચ્છમાં દરેક ઇન્ડસ્ટ્રી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. સૂર્યગુજરાત યોજનાની પણ શરૂઆત કરી છે. ધોલેરામાં પણ 1000 મેગાવોટનો સોલાર પાર્ક બને છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે રાજ્ય આગળ વધી રહ્યું છે.

ધોરડોની ટેન્ટ સિટીમાં મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો સભા મંડપમાં પહોંચ્યા છે. કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે લોકો તથા આગેવાનો પણ ગોઠવાયા છે. પ્રધાનમંત્રી હેલિકોપ્ટરમાંથી ઉતરીને પંજાબી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. પંજાબી સમાજના ખેડૂતો, જેઓ વર્ષોથી અહી સ્થાયી થયા છે તેઓને મળ્યા હતા. ટેન્ટ સિટીના દરબારી ટેન્ટમાં તમામ પંજાબી ખેડૂતો સાથે તેઓ વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.