/

લોકડાઉનની કપરી સ્થિતિમાં મજૂરોને તરછોડી દેનાર માલિકો સામે પોલીસની કાર્યવાહી

પોલીસ અધિક્ષક શરદ સિંઘલે જામનગરમાં કામ કરતા બહારના જીલ્લાના તેમજ રાજય ના મજુરો જે જગ્યાએ મજુરી કામ કરતા હોય ત્યાં રહી વતન જતા ન રહે તે માટે દેખરેખ રાખવા સુચના કરેલ હતી, 1 જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર મોટી બાણુગારના પાટીયા પાસે ઉતરપ્રદેશ રાજયના ૬ મજુરો પગે ચાલી જતા હોય જેથી તેઓ ૬ મજુરોની પુછપરછ કરતા હાલમાં જામનગર કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસે આવેલ નવી બનતી P.V.R. , સીનેમા માં કલર કામની મજુરી કામ કરતા હોય અને તે સીનેમાના માલિક ઇલેશ રમણીકલાલ ભદ્રા રહે, જામનગરના નાગરિકઓની દેખરેખ સંભાળ હેઠળ હોય . હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસના કારણે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ રોગચાળો વકરે નહી અને સાવચેતીના પગલા લેવામાં આવી રહેલ હોય જેમાં જે વ્યકિતઓ / મજુરો જે જગ્યાએ કે શહેરમાં હોય તે જગ્યાએ રહી ૨૧ દિવસના લોક ડાઉનનું પાલન થાય તે મુજબ P.V.R. સીનેમા ના માલિક એ તેઓના મજુરોને સંભાળ રાખવાની જવાબદારી રહેલ હતી અને આ મજુરો તેમના વતન જવાનો પ્રયત્ન ન કરે અને આ મજુરો તેમજ આમ પ્રજા માં કોરોના વાઇરસ નો ચેપી રોગ ન ફેલાય તે જોવાની જવાબદારી હોય તેમ છતા સીનેમા માલીક એ સરકારશ્રીના નિયમોનું પાલન નહીં કરાવી મજુરો ને તરછોડી સાર સંભાળ રાખેલ ન હોય જેથી સીનેમા માલિક વિરૂધ્ધ ઇ . પી . કો કલમ ૨૬૯ તથા ધી એપીડેમીક ડીસી એકટ ૧૯૮૭ ની કલમ ૩ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેસન ૨૦૨૦ ની કલમ ૧૩ મુજબની ફરીયાદ એલ . સી . બી . ના ફીરોજભાઇ દલ એ આપતા પો . સબ . ઇન્સ . આર . બી . ગોજીયાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. K.K. ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ. R.B. ગોજીયા તથા L.C.B.સ્ટાફના જયુભા ઝાલા, અશ્વીનભાઇ ગંધા, સંજયસિંહ વાળા, દિલીપ તલવાડીયા, ભરતભાઇ પટેલ, હરપાલસિંહ સોઢા, ફિરોભાઇ દલ , નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઇ સોલંકી હીરેનભાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, લાભુભાઇ ગઢવી, ખીમાભાઇ બોચીયા, નિર્મળસિંહ એસ.જાડેજા બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, એ . બી . જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published.