જૂનાગઢ જિલ્લામાં કેશોદ પંથકમાં છેલ્લા ઘણા સમય થી ચોર ટોળકી પોલીસ માટે માથા ના દુખાવા સમાન બની હતી ચોર ટોળકી ને ઝડપી લેવા પોલીસે આકાશ પાતાળ એક કાર્ય હતા ત્યારે પોલીસે એક વર્ષ પહેલા ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો કેશોદ પોલીસ મથક માં 1 વર્ષ પહેલા નાેંધાયેલ ચાેરીની ફરીયાદ નોંધાયેલી હતી જેના આરોપી પોલીસ પકડ થી દૂર હતા પરંતુ પોલીસ મોટી રકમની કેશોદ પાેલીસે 3 ટ્રાેલીને મુદામાલ તરીકે જપ્ત કરી 2 ની અટક કરી હતી
બન્ને ચોર રાત્રીના સમયે ટ્રેકટરની ટ્રાેલી ચાેરી કરતાે બામણાસાનાે વતની જગમાલ ભાણજીભાઇ માકડીયા ચોરી કરી ઉપલેટાના રહેવાસી આરાેપી દિનેશ ઉર્ફે રવિ ડાયાભાઇ ધુલેશિયાને વેંચી નાખતાે હતાે પોલીસે બન્ને આરોપી ને સીસીટીવી કુટેજ આધારે આેળખ કરવામાં આવી. આ બન્ને આરોપીઓ એ કેશોદ સિવાય રાજ્યના અન્ય ક્યાં ક્યાં જિલ્લામાં કેટલી અને કેવા પ્રકારની ચોરી કરી છે તેની વિગતો રાજ્યભરમાંથી મંગાવી છે અને આરોપીઓની કાયદેસર ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે