ગઈકાલે જામનગરના ધ્રોલ નજીક ફાયરિંગ કરી એક યુવકની હત્યા કરી હતી હત્યા કરી હત્યારા ફરાર બની ગયા હતા પરંતુ પોલીસે ફાયરિંગ કરનાર બે શખ્સો ને આજે ઝડપી પડ્યા છે અને ગુન્હામાં વપરાયેલ હથિયાર પણ કબ્જે લીધું છે. જામનગરના ધ્રોલ નજીક આવેલા ત્રિકોણ બાગમાં ગઈકાલે અજાણયાં શખ્સોએ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દિવ્યરાજસિંહ જાડેજા નામ ના યુવકની હત્યા કરી હતી આ હત્યા પેકી બે આરોપીને પોલીસે આજે મોરબી પાસે થી ઝડપી લીધા હતા પોલીસની પ્રાથમિક તાપસમાં આરોપીએ કબૂલાત આપી હતી કે જમીનના જગડામાં દિવ્યરાજસિંહ ની ગોળી મારી હત્યા કરવા માં આવી હતી હત્યા માં પોલીસે જીંવત ભરી તપાસ કરતા એવું પણ ખુલ્યું હતું કે હત્યારાઓ રાજસ્થાનથી સર્પણ શુટરો લાવ્યા હતા જેમની દિવ્યરાજસિંહ ની હત્યા ની સોપારી આપવા માં આવી હતી હત્યારાઓ એ શાર્પસુટરની મદદ લીધી હતી અને ગુન્હામાં વપરાયેલ હથિયાર હરિયાણાથી ખરીદ કરી લાવ્યાનું પણ કબૂલાતમાં બહાર આવ્યું છે
જામનગરના ધ્રોલ નજીકના ત્રિકોણ બાગ પાસે બપોર ના સમયે દિવ્યરાજસિંહ ઉર્ફ દીંવુભા પોતાની કાર માં બેસવા જતા હતા ત્યારે કેટલાક શખ્સો આવીને અચાનક અંધાધુન ગોડબાર કરી દિવ્યરાજસિંહ ની હત્યા કરી નાશી ગયા હતા જેની પોલીસે શોધખોળ આદરી હતી જેમાં આજે બે આરોપી ને પોલીસે આધુનિક ટેક્નોલોજી ની મદદ થી મોરબી નજીક થી ઝડપી લેવા માં સફળત મળી હતી દિવ્યરાજસિંહ ની હત્યા કરી આરોપી ઓ નાશી ગયા હતા ત્યારે પોલીસે નાકાબંદી કરી હતી જેમાં પોલીસે પર આરોપીએ કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ફિલ્મીઢબે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી
પોલીસ તપાસમાં એવું ખુલવા પામેલ હતું કે દિવ્યરાજસિંહ ને જમીન બાબતે અનિરુદ્ધસિંહ નામ ના વ્યક્તિ સાથે ઘણા સમયથી ઝગડો ચાલતો હતો અનિરુદ્ધસિંહ સામે સૌરાષ્ટ્રના અનેક જિલ્લા માં તેમની સામે મારામારી અને પ્રોહિબિશન ના અનેક ગુન્હા નોંધાયેલ છે પકડાયેલ આરોપી એ આપેલા અન્ય શખ્સોના નામના સર્પરૂટરોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટિમો બનાવી રાજસ્થાન અને હરિયાણા જાણ કરી છે હથિયાર કોની પાસેથી ખરીદ કર્યું હતું ખરીદ કરવામાં અન્ય કોઈ સામેલ હતું કે કેમ તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે હાલતો પોલીસે અનિરુષ સિંહ અને તેમનો સાગરીત મુસ્તાક પઠન વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે