/

બેંગ્લોર પોલીસે 23 લાખના ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી

કર્ણાટકમાં પોલીસે શનિવારે ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ચોકલેટ ડ્રગ્સ અને ગાંજાના વેચાણમાં સામેલ હતી. જેમાં પોલીસે કાર્યવાહી હાથ ધરતા 3 લોકોની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓ આયુષ પાંડે, રોહિત રામ અને નૂર અલી છે. આ ત્રણેય મૂળ આસામ અને ઝારખંડના છે. પોલીસે જણાવ્યું કે, આ લોકો કુરિયર બોય તરીકે કામ કરવા બેંગ્લોર આવ્યા હતાં અને અહીં સ્થાયી થયા હતાં. કોરોનાને કારણે આ લોકોએ તેમની નોકરી ગુમાવી હતી અને આજીવિકા માટે ડ્રગ્સ અને ગાંજો વેચવાનું શરૂ કર્યું હતું.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ લોકો નવા વર્ષ નિમિત્તે યોજાનારી પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતાં. ત્રણેય આરોપીઓએ કુરિયર બોય બનીને ચોકલેટ ડ્રગ્સ અને ગાંજાના ટેડી બિયર, સ્પીકર બૉક્સ, મેડિકલ કિટ બૉક્સ અને ખાલી સીપીયુમાં સપ્લાય કરવાની યોજના બનાવી હતી. પોલીસના મતે તે બેંગ્લોરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રગ્સ વેંચતા હતાં.

પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી 4.330 કિલો ચોકલેટ ચરસ, 170 ગ્રામ મેંગો મારિજુઆના, 120 ગ્રામ હેશ ઓયલ, 270 ગ્રામ ચરસ, 8 ગ્રામ બ્રાઉન સુગર, 9 એમડીએમએ અને 100 એલએસડી સ્ટ્રિપ્સ જપ્ત કરી છે. જેની કુલ કિંમત આશરે 23 લાખ 80 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી 2 બાઇક અને 3 મોબાઈલ પણ મળી આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.