///

અમદાવાદમાં પોલીસે માસ્ક ન પહેનાર યુવકની જાહેરમાં ધોલાઈ કરી

રાજ્યમાં કોરોના મહામારી યથાવત છે, ત્યારે રાજ્યમાં માસ્ક વિના ફરનારાઓ પર તવાઈ મૂકાઈ છે. ઉપરાંત માસ્ક ન પહેરનારાઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ચોંકનાવારી ઘટના સામે આવી છે. જેમાં માસ્ક ન પહેરતા પોલીસે યુવકને માર માર્યો છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. જેમાં પોલીસે યુવકને લાઠીથી માર માર્યો હતો. આ વીડિયો અમદાવાદના ખોખરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર મામલો સામે આવતા ઝો-5 DCPએ SPને તપાસ સોંપી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરત ભરવાડ એક વ્યક્તિને જાહેરમાં માર મારી રહ્યાં છે. આ ઘટના મંગળવારની છે. જેમાં પોલીસ કર્મચારી બપોરના સમયમાં ખોખરા વિસ્તારની એક સોસાયટીમાં આવ્યા હતા. ત્યારે તેઓએ સોસાયટીમાં એક વ્યક્તિ પાસે ગોડી રોકી હતી. આ વ્યક્તિ માસ્ક વગર ફોન પર વાત કરી રહ્યો હતો.

ભરત ભરવાડ અને બીજી વ્યક્તિ વચ્ચે વાતચીત ચાલી હતી. જેના બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ભરત ભરવાડે બોચી પકડીને યુવકને માર માર્યો હતો. એટલુ જ નહિ, ગાડીમાંથી લાકડી કાઢીને પણ તેને માર માર્યો હતો. ભરત ભરવાડે યુવકને ચાર પાંચ દંડા પણ માર્યા હતા. ત્યારે ત્યા હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિએ યુવકને બચાવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈએ પોતાના મોબાઈલમાં લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા SPને તપાસ સોંપાઈ છે.

Leave a Reply

Your email address will not be published.