/

દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટીમાં માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસે ફટકાર્યા

7 વિદ્યાર્થી ઘાયલ થતા તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Police beat students playing without masks

સુરતમાં માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસે ઘસડીને માર્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબા રમવા ને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. સુરતમાં માસ્ક વગર ગરમે રમતા વિદ્યાર્થીઓને પોલીસે પકડીને માર માર્યો હતો. જેમાં 7 વિદ્યાર્થી ઘાયલ થતા તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નવરાત્રિમાં ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી હતી. જોકે, વિદ્યાર્થીઓએ સામે ચાલીને પોલીસને પૂછ્યુ કે તમે કોની મંજૂરીથી કેમ્પસમાં આવ્યા છો. આ મામલે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તે બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી જેને કારણે વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવ્યો હતો.

બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હતુ જે બાદ સ્થિતિ ઉગ્ર બની ગઇ હતી. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય પણ જોવા મળ્યા હતા. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતા અન્ય સ્ટાફને પણ બોલાવી લીધો હતો અને વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કલાક સુધી વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો. જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન આવતા પકડાયેલા વિદ્યાર્થીઓને છોડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.