23 ફેબ્રુઆરીએ ગુજરાતના અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે બે દેશના મહાનુભાવોનું આગમન થવાનું છે તેના માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ તૈનાત કરી દેવામાં આવી છે કોઈ અનીચ્નીય ઘટનાના બને અને કોઈ ગેરકાનુંની પ્રવૃત્તિ કરનાર ગુન્હેગારો ઘુસીને ભાંગફોડના કરે તેના માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રી થી ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ અમદાવાદમાં આવેલી તમામ હોટલો રેસ્ટોરેન્ટ ધર્મશાળા અવાવરું જગ્યા પર સાધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે

પોલીસ ડોગ સ્કોર્ડ અને આધુનિક ઉપકરણો સાથે અમદાવાદમાં આવતા તમામ પ્રવાસીઓને ચેક કરી રહી છે અને તેમનું બોડી સ્કેનિંગથી લઇ સામાનની પણ ચકાશણી કરી રહી છે રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન એરપોર્ટ સહીતના સ્થળો પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના તમામ રસ્તા પર પોલીસે નાકા બંદી કરી દીધી છે અને આવતા જતા તમામ વાહનોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.