////

અલ્પેશ કથિરીયાની બર્થ ડે પાર્ટી મામલે પોલીસે કરી કાર્યવાહી, કોંગ્રેસ અને પાસના નેતાઓની અટકાયત

સુરતમાં જન્મદિવસની ઉજવણીના મામલે અલ્પેશ કથિરીયાની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાત્રી કરફર્યૂ અને કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. અલ્પેશ કથિરીયાએ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં ફાર્મ હાઉસ માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઉજવણીમાં માસ્ક અને સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો.

પાસ નેતા અલ્પેશ કથિરીયાની બર્થ ડે પાર્ટી આયોજન બદલ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીની પણ અટકાયત થઈ છે.

ફાર્મ હાઉસમાં અલ્પેશ કથિરીયાની બર્થ ડે પાર્ટીનું સમગ્ર આયોજન નિલેશ કુંભાણીએ કર્યુ હતું. ગ્રામ્ય વિસ્તારમાં કરફ્યૂ ન હોવાથી બર્થ ડેનું આયોજન થયુ હતું. જોકે પોલીસે કોંગ્રેસ નેતા અને કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત બે લોકોની અટકાયત કરી છે. બંને નેતાઓને કામરેજ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલામાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, સંજય માવાની, નિકુંજ કાકડીયા, નિલેશ કુંભાણી સહિત પાસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે સુરતમાં પાસના નેતા અલ્પેશ કથીરિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અલ્પેશ કથીરિયાના જન્મ દિવસની ઉજવણી ફાર્મ હાઉસમાં કરવામાં આવી હતી. જે દરમિયાન કોરોનાના તમામ નિયમનું જાહેરમાં ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, જન્મદિવસની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ છે. અલ્પેશ કથીરિયા લોકોને એકત્ર કરી જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યા છે. આટલેથી ન અટકતા ફાર્મહાઉસમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો સહિત પાસ નેતા વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.