રાજ્યમાં નેતાઓ માસ્ક વિના કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવે તો લીલા લેર અને જનતાએ પહેરેલુ માસ્ક હોવા છતા પણ તંત્રએ હેરાનગતિ કરવાની. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો હતો. જેમાં પોલીસ કમિશ્નર કચેરી બહાર પોલીસ અને એક ગર્ભવતી મહિલા વચ્ચે રકઝક શરૂ થઈ હતી. ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાએ શ્વાસમાં તકલીફને લઇ થોડીવાર માટે નાક નીચે માસ્ક રાખ્યુ હતું. પોલીસે તેના પતિની કાર રોકાવીને રકઝક કર્યા બાદ દંડ વસૂલ્યો હતો. મહિલા આજીજી કરતી રહી પરંતુ પોલીસે કારની અંદર બેસેલી મહિલાના નામે રશીદ ફાડી હતી.
એક બાજુ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે અને કાર્યવાહી નકર છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર કચેરી સામેથી કારમાં જઈ રહેલા પરિવારને પોલીસે અટકાવીને માસ્કનો દંડ ફટકાર્યો હતો. ગર્ભવતી મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી માસ્ક નીચે ઉતાર્યુ હોવાનું કહેવા છતાં પોલીસ કર્મીએ દંડ વસૂલ્યો હતો. પોલીસે કાર અટકાવી ખૂબ રકઝક કરી હતી.
કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો તો માત્ર સામાન્ય લોકોને જ લાગૂ પડતાં હોય છે. તેવી જ રીતે સામાન્ય લોકોને હજારોનો દંડ રોજે રોજ ફટકારવામાં આવી રહ્યો છે. ગર્ભવતી મહિલાએ વધુ શ્વાસ લેવા માટે માસ્ક નાક નીચે કર્યુ. અંતે પોલીસે મહિલા અને તેના પતિ પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલે છે.
મહિલાએ વારંવાર પોલીસકર્મીને કહ્યું કે તેને ત્રણ માસનો ગર્ભ છે. તે ઉધનામાં સ્કિન ડોક્ટર પાસે જઈ રહી છે. તેણીને ગભરામણ ન થાય અને શ્વાસ લેવામાં તકલીફ ન થાય તે માટે માસ્ક નીચે ઉતાર્યું છે. જ્યારે કારમાં બેસેલા પતિએ અને બે બાળકોએ તો માસ્ક પહેર્યાં છે. તેમ છતાં મહિલાની આજીજી પોલીસે સાંભળી નહિ અને 1000નો દંડ ફટકાર્યો હતો.